નવાગામના શખ્સ ઇમરાન જેડાને મેલડી માતાજીના મંદિર પાસેથી ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપાયોમોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીની ટીમે મેલડી માતાજીના મંદિર પાસેથી ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે.મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુના (ગુ.ર.નં.-1745/2025, પ્રોહી. કલમ 65(ઇ), 81, 98(2)) ના કામમાં ફરાર આરોપી ઇમરાન રાયબભાઇ જેડા (ઉ.વ. 29, ધંધો મજૂરી કામ, રહે. હાલ રણછોડનગર-2, મોરબી, મૂળ ગામ નવાગામ, તા. માળીયા મિયાણા, જિ. મોરબી) મોરબી ધકાવાળી મેલડી માતાજીના મંદિર પાસે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા તેની અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.આ કામગીરી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એસ.પી. જાડેજા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી/પેરોલ ફર્લો સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #LCBMorbi #ProhibitionCase #AbscondingAccused #MorbiPolice #GujaratPolice #MorbiNews