મોરબી : મોરબીના ઘુંટુ ગામે હરિનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી દયારામભાઇ શામજીભાઇ સોરીયા, નરેન્દ્રભાઇ ઉર્ફે નલો અમૃતલાલ પાટડીયા, અજીતભાઇ મેઘજીભાઇ સોઢા, ઘનશ્યામભાઇ ઉર્ફે હકાભાઇ ડાયભાઇ ગોહિલ અને રાઘવજીભાઇ ભુરાભાઇ પરેચા નામના જુગારીઓ તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 61,150 કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.