મોરબી : મોરબી એલસીબીએ મોરબી અને ટંકારામાંથી વર્લી ફીચરના બે કારીગરોને ઝડપી પાડી બન્ને પોલીસ મથકમાં તેઓની સામે ગુનો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના ભડીયાદ કાંટા પાસે જાહેરમાં અમુક ઇસમો વર્લીફીચરના આંકડા લખી અંકફેરનો પૈસાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમી રમાડે છે જે અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા આરોપી અકબરઅલી ઝાફરઅલી ખોજા રહે. લુવાણાપરા રહે.શેરી નંબર-૧, વાંકાનેર દરવાજા પાસે, મોરબી વાળાને વર્લી સાહિત્ય તથા રોકડ રકમ રૂ.૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે અફઝલ ઉર્ફે જલો અકબરભાઇ સિપાઇ રહે.મોરબી ૧૦૦ ઓરડી શેરી નંબર-૬ સામાકાંઠેવાળાનું નામ ખુલતા તેને પણ પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ એલસીબીએ મોરબી-ટંકારા હાઇવેરોડ ઉપર આવેલ દેવચંદ બાપની હોટલના ગ્રાઉન્ડમાં જાહેરમાં અમુક ઇસમો વર્લીફીચરના આંકડા લખી અંકફેરનો પૈસાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમી રમાડે છે તેવી બાતમીના આધારે રેઇડ કરતા આરોપી અસલમશાહ રમજુશાહ શામદાર ઉવ-૨૫ રહે.હરબટીયાળી ગેબનશાહપીરની દરગાહ પાછળ તા.ટંકારા વાળાને વર્લી સાહિત્ય, મોબાઇલફોન તથા રોકડ રકમ રૂ.૧૪,૫૦૦/- મળી કુલ રૂ. ૧૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.