મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઓપરેશન પાર પાડ્યું કચ્છના સપ્લાયરનું નામ ખુલ્યું મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાતમીને આધારે એલસીબી ટીમે મારૂતિ બ્રેઝા કારમાંથી અંદાજે સવા લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાર સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પો.હેડ.કોન્સ ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ દશરથસિંહ પરમારને મળેલ બાતમીને આધારે ટીમે મોરબી વાંકાનેર હાઇવે ઉપર વોચ ગોઠવી લાલપર ગામ નજીક ઓરસન ઝોન સામેથી મારૂતી બ્રેઝા ગાડી નં. જીજે.૧૨.સી.પી.૪૧૩૮ માંથી આરોપી જયદિપસિંહ રણજીતસિંહ સોઢા (રહે.નવાઢુવા, તા. વાંકાનેર, જી.મોરબી, મુળગામ-પાટણ, જળચોક, તા.જી. પાટણ) પાસેથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો નંગ-૨૪૦-કિ.રૂ. ૧,૨૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. અંગ્રેજી દારૂનો આ જથ્થો જયદીપસિંહે આરોપી નિલેષ માનુ (રહે. સામખીયાળી, કચ્છ)નો હોવાનું અને બન્ને ભાગીદારીમાં આ દારૂ વેચાણ કરતા હોવાની કબુલાત આપતા પોલીસે જયદીપસિંહેને રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ. ૧,૨૪,૮૦૦ તેમજ મારુતિ બ્રેઝા કાર કિંમત રૂ.૪ લાખ સાથે ઝડપી લઈ બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, ચંદ્રકાંતભાઇ વામજા, નીરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયા, ભરતભાઇ જીલરીયા વગેરેએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..