એલ.સી.બી. ટીમે વૈભવ હાઇટ્સમાં રહેણાક ફ્લેટમાં ચાલતા જુગારના અખાડાનો પર્દાફાશ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યોમોરબી : મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) અને મોરબી પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, મોરબી-2 માં ઉમા ટાઉનશીપ ખાતે આવેલ વૈભવ હાઇટ્સ ફ્લેટના ટાવર-સી માં ફ્લેટ નંબર 204 માં રહેતો અમિતભાઈ મનુભાઈ પટેલ (ઠોરિયા) પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને પૈસાની હારજીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સદર સ્થળે પંચો સાથે રેડ કરતા ફ્લેટમાંથી ગંજીપત્તાના પાના અને પૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1,18,500 અને જુગારના સાહિત્ય સહિતનો કુલ રૂપિયા 1,18,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓ1. અમિતભાઈ મનુભાઈ ઠોરિયા (રહે. મોરબી-2, ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર-સી, મોરબી-2)2. પરેશભાઈ દયાળજીભાઈ પારેખ (રહે. ગ્રીન ચોક, પારેખ શેરી, મોરબી)3. રમેશભાઈ સામજીભાઈ જીવાણી (રહે. રસનાળ ગામ, તા. જોડિયા, જિ. જામનગર)4. હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરિયા (રહે. શનાળા ગામ, જ્ઞાનવિહાર સ્કૂલની બાજુમાં, તા. જિ. મોરબી)5. જીતેશભાઈ નાથાભાઈ ઝાલા (રહે. મોરબી બાયપાસ રોડ, 25-વારિયા પ્લોટ, મોરબી)6. દિલીપભાઈ રતનભાઈ સંગાડા (રહે. સામાકાંઠે, શ્રીમદ સોસાયટી, મોરબી-2)#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #LCBMorbi #CrimeNews #GamblingRaid #GujaratPolice