મોરબી : મોરબી- રાજકોટ હાઇવે ઉપર એક કારખાનામાં નાલ ઉઘરાવીને ચોકીદાર જુગારનો અખાડો ચલાવતો હતો. જ્યાં એલસીબીએ દરોડો પાડી ૬ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી રૂ. ૪૭ હજારની રોકડ કબ્જે કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રાજકોટ હાઇવે પર શકત શનાળાથી આગળ મોમાઇ મોટર્સ વાળી શેરીમાં શ્રીજી એસ્ટેટ પ્લોટમાં આવેલ કરીશ્મા કારખાનામાં ચોકીદારી કરતો મામદભાઇ ખમીશા સંધી રહે, ટંકારા સીવીલ હોસ્પીટલની બાજુમાં તા.ટંકારા જી.મોરબી વાળો કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી એલસીબીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલસીબીએ રેઇડ કરતા મામદભાઇ ખમીશા ભુંગર ઉ.વ. ૬૪ રહે. ટંકારા સીવીલ હોસ્પીટલની બાજુમાં તા.ટંકારા,હીરાલાલ ભગવાનજીભાઇ ભાલોડીયા ઉ.વ. ૬૨ રહે. ટંકારા લક્ષ્મીનારાયણ મંદિર પાસે તા.ટંકારા, મણીલાલ ડાયાલાલ કુંડારીયા ઉ.વ. ૫૦ રહે. ટંકારા જામનગર રોડ, ઇન્દ્રપ્રસ્થ-૩, મગનલાલ વાલજીભાઇ નારીયાણા ઉ.વ. ૫૩ રહે. જબલપુર ઝાપાની બાજુમાં તા.ટંકારા, રફીકભાઇ આદમભાઇ સોરવદી ઉ.વ. ૨૯ રહે. ટંકારા સંધી વાસ, રામભાઇ નારણભાઇ ભાન ઉ.વ. ૬૮ રહે. ટંકારા હરીઓમનગરવાળાને રોકડા રૂ.૪૭,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે. ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીઆઇ એન.બી.ડાભી, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો રોકાયેલ હતા.