1.21 લાખનો દેશી દારૂ અને આથા મળી આવ્યો : આરોપી ફરારમોરબી અપડેટ : માળિયા (મીં) તાલુકાના નવાગામની સીમમાં વોકળાના કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડે દરોડો પાડીને રૂપિયા 1,21,000નો મુદ્દામાલ પકડ્યો છે. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી અને એલસીબી પીઆઇ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ માળિયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નવાગામમાં રહેતો સમીર જાકમ જોડા નામનો શખ્સ નવાગામની સીમમાં વોકળાના કાંઠે જાહેર જગ્યામાં દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવે છે. બાતમીના આધારે પોલીસે પંચો સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસને 86,000 રૂપિયાની કિંમતનો 430 લીટર દેશી દારૂ અને 35,000 રૂપિયાની કિંમતનો 1400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની રેડ દરમિયાન આરોપી સમીર જાકમ જોડા (રહે. નવાગામ, તા. માળિયા મીં.) હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ જોડાયો હતો.#MorbiUpdate #Morbi #LCBMorbi #CrimeNews #Prohibition #MaliyaMi