મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર વિજયનગર વિસ્તારમાં ગજાનંદ પાર્કમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા સાત જુગારીઓને રોકડા રૂપિયા 7,13,500 સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર - લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ વિજયનગરમાં ગજાનંદ પાર્ક તુલસી હાઇટ્સ 302 નંબરના ફ્લેટમાં સુજીતભાઇ છગનભાઇ દેત્રોજાના ઘરમાં જુગાર રમાતો હોવાની એલસીબી ટીમને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સુજીતભાઇ છગનભાઇ પટેલ, રહે.મોરબી રવાપર રોડ, મોરબી, હસમુખભાઇ મોહનભાઇ પટેલ, રહે.નવાગામ તા.જી.મોરબી, ગોરધનભાઇ મોહનભાઇ પટેલ, રહે.મેટોડા ગામ તા.પડધરી જી.રાજકોટ, કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ ઉવ.૪૫ રહે.મેટોડા ગામ તા.પડધરી જી.રાજકોટ, શાંતીલાલ દામજીભાઇ પટેલ, તા.પડધરી જી.રાજકોટ, જીતેશભાઇ બાલુભાઇ પટેલ, રહે.મોરબી-૨ શ્રીમદ સોસાયટી અને જયેશભાઇ પરસોતમભાઇ પટેલ, રહે,મોરબી-૨ ઉમા ટાઉનશીપ નામના જુગારીઓ રોકડા રૂપિયા 7,13,500 સાથે ઝડપાઇ જતા તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી. જાડેજા તથા મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, AHTU ટીમ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.