મોરબી : રફાળેશ્વર જીઆઈડીસીમાં આર્યન મીનરલ્સ રો મટીરીયલ નામના કારખાનામાં ચાલતા જુગરધામ ઉપર એલસીબીએ દરોડો પાડી ૭ શખ્સોને રૂ.૨.૪૭ લાખની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ રહે. જેપુર ગામ તા.જી.મોરબી વાળો પોતાના રફાળેશ્વર ગામે જી.આઇ.ડી.સી.માં આવેલ આર્યન મીનરલ્સ રો મટીરીયલના કારખાનાની ઓફીસના પ્રથમ માળે રૂમની અંદર બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમતો તથા રમાડતો હોય જે હકિકત આધારે રેઇડ કરતા પ્રકાશભાઇ મનસુખભાઇ ધમાસણા ઉ.વ. ૪૨ રહે. મોરબી અવની ચોકડી, સંદિપભાઇ મગનભાઇ ધમાસણા ઉ.વ. ૩૬ રહે. જેપુર ગામ તા.જી.મોરબી, કલ્પેશભાઇ ધીરૂભાઇ બરાસરા ઉ.વ. ૩૫ રહે. મોરબી આલાપપાર્ક સોસાયટી, કિશોરભાઇ પ્રેમજીભાઇ છત્રોલા ઉ.વ. ૪૭ રહે. જેપુર ગામ તા.જી.મોરબી, રાજેશભાઇ ડાયાલાલ સાણજા ઉ.વ. ૪૫ હે. જેપુર ગામ તા.જી.મોરબી, હેમતભાઇ ધનજીભાઇ કાવઠીયા ઉં.વ. ૪૨ રહે. મોરબી રવાપર ચોકડી વિધ્યુતપાર્ક સોસાયટી, પ્રવિણભાઇ નટુભાઇ કણજારીયા ઉ.વ. ૩૩ રહે. ધ્રાંગધ્રા ભાર્ગવી સોસાયટી જી.સુરેન્દ્રનગરને જુગાર રમતા પકડી પાડ્યા છે. આ સાથે રોકડા રૂ.૨,૪૭,૦૦૦/- કબ્જે કરી તમામ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTUનો સ્ટાફ જોડાયેલ હતો.