મોરબી : વાંકાનેર પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ અંગે એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાકભાઈ ઉર્ફે રાજુભાઇ પટ્ટણી હાલમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે કડી ખાતે ગુલાબનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી સંજય ઉર્ફે ફલ્લોને ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો.