મોરબી : માળિયા તાલુકા પોલીસ વિસ્તારના ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ હોય જેને એલસીબી ટીમે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મિયાણા પો.સ્ટે. એ પાર્ટ.૦૯૬૦/૨૦૨૧ આઇ.પી.સી.કલમ- ૩૦૨,૫૦૪,૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામે ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૦૭ ના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ હતોમ જે કાચા કામના કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા રહે.વેણાસર તા.મા.મી.જી.મોરબી વાળો હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની હકીકત મળેલ હોય જેને આધારે તેને પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે.એચ.ભીચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.