સમર્પણ હોસ્પિટલ પાસેથી ચોરાયેલું બાઈક રિકવર કરી આરોપીને સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરાયોમોરબી અપડેટ: મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી મોટરસાયકલ ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન સમર્પણ હોસ્પિટલથી નેશનલ હાઈવે તરફ જવાના આર.સી.સી. રોડ પરથી મોરબીના ઇન્દિરાનગરમાં રહેતો ગૌતમભાઇ મગનભાઇ બોચીયા નામનો શખ્સ હોન્ડા શાઈન મોટરસાયકલ (નંબર GJ 03 FR 9809) સાથે પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકી બાઈકના કાગળો માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેને વિશ્વાસમાં લઈ કડક પૂછપરછ કરતા તેણે આજથી આશરે 15 દિવસ પહેલાં સમર્પણ હોસ્પિટલ સામે પ્રમુખ સ્ટીલના ગોડાઉન પાસેથી આ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આ બાઈક ચોરી અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. જેથી એલ.સી.બી. ટીમે 30000 રૂપિયાની કિંમતનું હોન્ડા કંપનીનું શાઈન બાઈક કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #CrimeNews #BikeTheft #GujaratPolice