190 ટન રેતીનો જથ્થો કરાયો સિઝ : ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ મોરબી : મોરબી એલસીબી ટીમે માળિયા પાસે રેતી ભરેલા 9 ડમ્પર ઝડપી પાડ્યા છે.સાથે આ ડમ્પરમાં રહેલી 190 ટન જેટલી રેતીનો જથ્થો સિઝ કરી દીધો છે. આ મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેના દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી એલસીબીની ટીમે ગત રાત્રે રેતી ચોરી ઉપર તવાઈ બોલાવી હતી. જેમાં માળિયાના ખાખરેચી અને વેજલપર ગામ વચ્ચેથી રેતી ભરેલા 9 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ ડમ્પરને માળિયા પોલીસ મથકે લઈ જઈને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ખાણ ખનીજ વીભાગે આ પ્રકરણની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ જાડેજા સહિતની ટિમ જોડાઈ હતી.