મોરબી અને હળવદના બે શખ્સો સામે ગુનો નોંધાયો : રૂ.3.4 લાખનો મુદ્દામાલ જપ્ત હળવદ : હળવદ તાલુકાના કડીયાણા અને માથક વચ્ચે ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતારી બુટલેગરો કટીંગ કરે તે પહેલાં જ મોરબી એલસીબી પોલીસ પહોંચી ગઈ હતી.પોલીસે રૂ.3.4 લાખના દારૂના જથ્થાને જપ્ત કરી બે આરોપીઓ સામે નામ જોગ હળવદ પોલીસ માથકે ગુનો નોંધાવ્યો છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણાથી માથક જવાના રોડ પર કડીયાણા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી મોરબી એલસીબી પોલીસને મળી હતી.જેથી ગત રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચતા 360 બોટલ દારૂ તેમજ 1872 બોટલ ચપલાની મળી આવ્યા હતા. જેથી પોલીસે ૩૦૪૭૭૬ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી મોરબીના રાહુલ ઉર્ફે ધમો કોળી તેમજ હળવદનો લાલો કોળી સહિત બે વ્યક્તિઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ મોડી રાત્રીના એલસીબી પોલીસની કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ હાજર મળી ન આવ્યા હતા.જેથી બંને આરોપીઓને ફરાર દર્શાવી તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.