રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ માળીયાના ખીરઇ ગામે છુપાયો હતો મોરબી : ભાવનગર જિલ્લામાં હત્યા કેસમાં સજા પામેલા અને રાજકોટ જેલમાં સજા કાપતો પાકા કામનો કેદી પેરોલ ઉપર છૂટ્યા બાદ જેલમાં પરત નહિ ફરતા મોરબી એલસીબી દ્વારા ચોક્કસ બાતમીને આધારે આ કેદીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા અને સહદેવસિંહ જાડેજાને સયુકત બાતમી રાહે મળેલ કે ભાવનગર હત્યા કેસનો પાકા કામનો કેદી સોયેબ હૈદર જેડા તા. ૨૪/૧૧/૨૦૨૧ નારોજ દિન-૧૪ની ફર્લો રજા ઉપર છુટયા બાદ તા. ૦૯/૧૨/૨૦૨૧ નારોજ જિલ્લા જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ ફર્લોરજા ઉપરથી ફરાર થયેલ હોય અને આ કેદી હાલમાં માળીયા તાલુકાના ખીરઇ ગામે હોવાંની સચોટ હકીકત મળી હતી. જેને પગલે એલસીબી ટીમે પાકા કામના કેદી સોયેબ હૈદર જેડાને ખીરઇ ગામેથી પકડી પાડી રાજકોટ જિલ્લા જેલ ખાતે આગળની સજા કાપવા અર્થે સોપેલ હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઈ પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઇ વામજા, પુથ્વીરાજસિંહ જાડેજા, ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા પરાક્રમસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા,રણવીરસિંહ જાડેજા તથા સતીષભાઇ કાંજીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી.