ટંકારા : મોરબી જિલ્લામાં જુગાર જેવી બદીઓને રોકવા માટે મોરબી એલસીબી સતત ઘણા બધા સ્થળોએ દરોડા પાડીને જુગારીઓને ઝડપી રહી છે, જેમાં મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને પકડીને રોકડ રકમ જપ્ત કરી છે. મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમયે ટંકારાના લજાઇમાં બેનાલા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં જાહેરમાં જુગાર રમતા જયસુખભાઇ ઉર્ફે બુધાભાઈ ભીમજીભાઈ સોલંકી(રહે. લજાઈ), અમરશીભાઈ સોમજીભાઈ પંજવાણી(રહે. લજાઈ ખોજાખાના શેરી), આશિષ કાંતિભાઈ વિઠલાપરા(રહે. લજાઈ બસસ્ટેન્ડ), અશોકભાઈ પ્રાગજીભાઈ ચાવડા(રહે. લજાઈ બેનાલા પાસે), પરસોતમભાઇ જેરામભાઈ પરમાર(રહે. લજાઈ ઉગમણા જાપા પાસે) અને અશોક કાંતિલાલ વિઠલાપરા(રહે. લજાઈ)ને ઝડપી લઈને રૂપિયા 6290 રોકડ રકમ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne