6.26 લાખનો મુદ્દામાલ જપ્ત: હળવદ પોલીસ મથકના 3 વણઉકેલાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયોહળવદ (મોરબી અપડેટ): મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરી કરતી ગેંગને મોરબી LCB એ ઝડપી પાડી છે. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 6,26,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હળવદ પોલીસ મથકના કેબલ ચોરીના 3 વણઉકેલાયેલ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી મુજબ,હળવદમાં ગત તારીખ 15/09/2026 ના રોજ કોપર કેબલ ચોરીના 3 અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા. આ વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા હળવદ પાસે વેગડવાવ રોડ પર આવેલ ડમ્પીંગ સ્ટેશન પાછળ અવાવરુ જગ્યાએથી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 7 શખ્સો મુદ્દામાલ સાથે મળી આવતા તેમની પૂછપરછ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ:1. અજય જીવરાજભાઈ કુંઢીયા2. ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા3. નારણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ4. રાહુલભાઈ અમરતભાઈ ઉધરેજીયા5. પ્રવિણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા6. રાહુલ ઉર્ફે પૂયુ બાબુભાઈ ગોહિલ 7. સુનિલભાઈ અજીતભાઈ હળવદીયા (ચોરીનો માલ રાખનાર) પકડાયેલ આરોપીઓ પૈકી અજય કુંઢીયા, સુનિલ હળવદીયા, ચેતન જાગરીયા અને પ્રવિણ ધામેચા અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના કેબલમાંથી કાઢેલ આશરે 37 કિલો કોપર વાયર, અન્ય ચોરીઓમાંથી મેળવેલ 60 કિલો કોપર વાયર અને એક સફેદ કલરની ક્રેટા કાર (GJ 37 B 9282) મળી કુલ રૂપિયા 6,26,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવ અનુસંધાને મોરબી પોલીસ દ્વારા ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ખેતરમાં ઈલેક્ટ્રીક મોટરના કેબલ ખુલ્લામાં રાખવાને બદલે જમીનમાં અંડરગ્રાઉન્ડ અથવા એલ્યુમીનીયમ કેબલનો ઉપયોગ કરવો તેમજ ખેતર પર નજર રાખવી જેથી આવી કિંમતી વાયરોની ચોરી થતી અટકાવી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #MorbiPolice #LCBMorbi #CrimeNews #CableTheft #GujaratPolice