વાંકાનેર : હાલમાં વાંકાનેર તાલુકામાં કોરોના વાયરસનો કેર વર્તાય રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તકેદારી રાખવી અનિવાર્ય છે. જેને ધ્યાનમાં રાખીને વાંકાનેર બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી તા. 17 સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.