મોરબી : મોરબીના ઓબી ઇવેન્ટ દ્વારા આત્મનિર્ભર ભારત ગુજરાતી સોંગને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ તેનું હિન્દી વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખ્યાતનામ સિંગર સલમાન અલીએ પોતાનો કંઠ આપ્યો છે. આ સોંગનું યુટ્યુબ ઉપર ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. https://youtu.be/SS-BlbyIg1w મોરબીના ઓબી ઇવેન્ટ દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખી લોકોનો જુસ્સો વધારવા આત્મનિર્ભર ભારત ગુજરાતી સોન્ગ તૈયાર કરવામાં આવ્યું હતું. જેને યુટ્યુબમાં ગુજરાતીઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જેથી હવે ઓબી ઇવેન્ટ દ્વારા હિન્દી વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન આઇડલના વિજેતા એવા ખ્યાતનામ સિંગર સલમાન અલીએ પોતાનો કંઠ આપ્યો છે. આ સોન્ગમાં 'મોરબી અપડેટ' મીડિયા પાર્ટનર રહ્યું છે. સોન્ગના પ્રોડયુસર પ્રશાંતભાઈ ગજ્જર છે. આત્મનિર્ભર ભારત સોન્ગના હિન્દી વર્ઝનનું યુટ્યુબમાં ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો આ સોન્ગ અચૂકપણે સાંભળો અને શેર કરીને બીજાને પણ સંભળાવો.