હીરો મોટો કોર્પ દ્વારા એક સાથે ૪૦ દેશોમાં થશે ડિજિટલ લોન્ચિંગ મોરબી : મોરબીમાં જય ગણેશ હીરો દ્વારા આવતીકાલે શિવ અજંતા હોટેલ ખાતે ડિજિટલ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાશે. જેમા હીરો કંપનીના ત્રણ પ્રીમિયમ બાઈકનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવનાર છે. હીરો મોટો કોપ દ્વારા આવતીકાલે તા. ૧૫ને બુધવારના રોજ એકસાથે ૪૦ દેશોમાં હીરો કંપનીના ત્રણ પ્રીમિયમ બાઈકનું ડિજિટલ લોન્ચિંગ થવાનું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે એક સાથે અનેક દેશોમાં આ પ્રકારે પ્રથમવાર લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આ તકે આવતીકાલે મોરબીમાં જય ગણેશ હીરો દ્વારા પણ શિવ અજંતા હોટેલ, નેશનલ હાઇવે ૮/એ, ત્રાજપર ચોકડી પાસે, અજંતા કોર્પોરેટ હાઉસ સામે ડિજિટલ લોન્ચિંગના કાર્યક્રમનું સાંજે ૫ થી ૭ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેશે. આ લોન્ચિંગમાં ઉપસ્થિત રહેવા જય ગણેશ હીરોના પ્રકાશભાઇ જાની અને હિતેશભાઈ જાનીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news