મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગત વર્ષની માફક આ વર્ષે પણ લાલપર પ્રીમીયર લીગ સીઝન-3 (નાઇટ ક્રિકેટ ટુર્નોમેન્ટ)નું લાલપર યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામા આવેલ છે. આ સીઝનમાં આઇ.પી.એલ. ફોર્મેટમા ક્રિકેટ ટુર્નોમેન્ટનુ આયોજન કરાયું છે. જે મોરબી જીલ્લામા પ્રથમવાર થયું છે. જેમાં 8 ઓનરની 8 ટીમો 120 મેચોમા સામસામે ટકરાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગત તા. 12 ફેબ્રુઆરીથી શરુ થઇ ગઈ છે. જેમાં ગત રવિવારે રાત્રે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ લોકોએ પુલવામા હુમલામાં શહિદ થયેલા દેશના વીરોને દેશભકિતના ગીતો સાથે મોબાઇલ ટોર્ચ ચાલુ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.