અહીં થનાર નફો સેવાકાર્યમાં ખર્ચવામાં આવશે, ગત વર્ષે થયેલો રૂ. 7 લાખનો નફો સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરાયો હતો 11000 સ્કવેર ફુટ જગ્યામાં ફટાકડાની એકથી એક ચડિયાતી એવી 701 જેટલી વેરાયટીઓ અહીં ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોંઘવારીના સમયમાં મોરબીવાસીઓને રાહત આપવા પાટીદાર ફટાકડા મોલ શરૂ થઈ ગયો છે. ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ મોરબી શહેરમાં પાટીદાર ફટાકડા મોલ આજથી તા.23 સુધી સવારે 9 થી રાત્રીના 12 વાગ્યા સુધી વિનાયક હોલ, શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે, સમય ગેટ પાસે, મોરબી ખાતે કાર્યરત રહેશે. અહીં રાહત ભાવે ફટાકડા મળે છે અને જે નફો થાય છે તે સેવા કાર્યમાં વપરાય છે.11000 સ્કવેર ફુટ જગ્યામાં ફટાકડાની એકથી એક ચડે એવી 701 જેટલી વેરાયટીઓ અહીં જોવા મળશે. અને ફેમિલી સાથે ફટાકડાની ખરીદી કરવાનો યાદગાર અનુભવ મળશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાટીદાર ફટાકડા મોલ દ્વારા મોરબી શહેર માં 7 લાખ જેટલી રકમ જુદી જુદી સંસ્થાઓમાં સેવા કાર્ય માટે અર્પણ કરવામાં આવી હતી. તો આજે જ દિવાળીના ફટાકડા અહીંથી ખરીદી તમે પણ સેવા કાર્યમાં સહભાગી બનો. વાંકાનેરમાં 7વર્ષના સફળ આયોજન બાદ લોક લાગણીને માન આપી મોરબીમાં સતત બીજા વર્ષે મોલ સિસ્ટમથી પાટીદાર ફટાકડા મોલ શરૂ કરાયો છે. પાટીદાર ફટાકડા મોલ ની વાંકાનેર ખાતે ની બ્રાંચ પણ ચાલુ થઈ ગઈ છે જેનું આયોજન તા. 09/10/2022 થી તા. 23/10/2022 સુધી જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. આ ફટાકડા મોલમાં મધ્યમ વર્ગને પોસાય અને તે પણ સેવાકાર્યમાં સહભાગી બની શકે તેવા આશયથી રાહત ભાવ રાખવામાં આવ્યા છે. વધુમાં અહીં ફટાકડાની ખરીદીનું કોમ્પ્યુટરાઈઝડ બિલ આપવામાં આવશે. અને દરેક આઈટમ પર ભાવનું સ્ટીકર હોય છે તેથી ગ્રાહક ને પસંદગી કરવા ની આઝાદી મળે છે. મોલનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. આ સેવાકાર્યમાં સહભાગી બનવા માટે સર્વે મોરબીવાસીઓને હાંકલ કરવામાં આવી છે.વધુ વિગત માટે મો.નં. 9979383173, 9428278611, 9427252321, ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.