ગ્રામ પંચાયત ડિજિટલ બની, લોકો ઘરેબેઠા વેરો ભરી શકે તેવી વ્યવસ્થા શરૂ : જી.પં. પ્રમુખ- ઉપપ્રમુખ, ડીડીઓ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ગટરની સફાઈ માટેના જેટિંગ મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે લોકો ઘરેબેઠા વેરો ભરી શકે તેવી વ્યવસ્થા પણ શરૂ કરાઈ હતી. આ વેળાએ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડીડીઓ ડી.ડી. જાડેજાએ કહ્યું કે મોરબીથી સાવ નજીક આવેલ મહેન્દ્રનગર ગામનો વિકાસ થઈ રહ્યો છે. જેથી સ્વાભાવિક છે કે તેમાં પ્રશ્નો પણ ઉદ્દભવશે. એક પછી એક પ્રશ્નોનો નિકાલ કરાશે. લોકો પણ ધીરજ રાખે. ગામ ડિજિટલ બન્યું છે. હવે વેરો ક્યુઆર કોડ દ્વારા ઘરબેઠા જ ભરી શકાશે. આ કાર્યક્રમમાં પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડીડીઓ ડી.ડી. જાડેજા, ટીડીઓ દીપાબેન કોટક, ભાજપ આગેવાન જીજ્ઞેશભાઈ કૈલા સહિતના આગેવાનો હજાર રહ્યા હતા.