રવાપરના પૂર્વ સરપંચ દ્વારા પંચાયતના ખર્ચે તૂટેલા રસ્તાઓ ઉપર મોરમ પાથરવાનું શરુ કરાયું મોરબી : મોરબી શહેરમાં રસ્તા રીપેર થાય કે ન થાય પરંતુ મોરબીની અડોઅડ આવેલ નાના એવા રવાપરા ગામમાં તૂટેલા, ફૂટેલા અને મગરની પીઠ જેવા રસ્તા વાહન ચાલવા યોગ્ય બનાવવા પૂર્વ સરપંચ દ્વારા ગ્રામપંચાયતના ખર્ચે ગાબડાં પૂરો અભિયાન શરૂ કરાયું છે. મોરબી પંથકમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી ત્યાં જ માર્ગોનું ધોવાણ થઇ ગયું છે ત્યારે મોરબી શહેરમાં પાલિકા તંત્રે રસ્તા રીપેર કરવામાં નાદારી નોંધાવી દીધી છે ત્યારે મોરબીની અડોઅડ આવેલા રવાપરા ગામમાં પૂર્વ સરપંચ નીતિનભાઈ ભટાસણા દ્વારા રવાપરા પંચાયતથી લઈ રવાપર રેસીડેન્સી સુધીના માર્ગ ઉપર ગાબડાં પડી ગયા હોય આજે સવારથી મોરમ પાથરવાનું શરૂ કરી લોકોને મગરની પીઠ જેવા ઉબડ-ખબડ રસ્તામાંથી હાલતુર્ત રાહત આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..