જિલ્લાની અલગ અલગ શાળાની ૧૬ ટીમ મળી કુલ ૧૬૦ ખેલાડીઓએ લીધો ભાગમોરબી : મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા આજ રોજ તા. ૨૫ ડિસેમ્બર ના રોજ થી ૧૨ વર્ષથી નાના બાળકો માટે અદાણી ફૂટબોલ બેબી લીગની શરૂઆત કરવામાં આવી હતી. અદાણી ફૂટબોલ બેબી લીગએ મોરબી જિલ્લા સાથે સમગ્ર ગુજરાતમા શરૂ થઈ છે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમા ખેલાડીઓ સારા સ્પોર્ટ્સમેન સાથે સારા નાગરિકો પણ બને અને મોરબી જિલ્લાનુ અને પરિવારનુ નામ રોશન કરે તે છે.મોરબી જિલ્લાની અદાણી ફૂટબોલ બેબી લીગ ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલના ફૂટબોલ ગ્રાઉન્ડ પર દર રવિવારે અને સ્કૂલના રજાના દિવસો દરમિયાન જ રમાડવામાં આવશે. જેથી બાળકોના ભણતર પર પણ અસર ન થાય. આ સ્પર્ધામા મોરબી જિલ્લાની અલગ અલગ શાળાની ૧૬ટીમ મળી કુલ ૧૬૦ ખેલાડીઓએ ભાગ લીધેલ છે.સ્પર્ધાને અંતે સારુ રમવા વાળા ખેલાડીઓને બેસ્ટ સ્કોરર, બેસ્ટ ગોલ કીપર, બેસ્ટ ડિફેન્ડર્સ જેવા ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધા ની શરૂઆતમા ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ડાયરેકટર ધર્મેન્દ્ર ખાન્ડીવાર, શાળાના પ્રિન્સીપાલ તનય સુક્લા સાથે મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી જીતુભાઈ રબારી, યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ ઉપસ્થિત રહી સ્પર્ધાઓની શરૂઆત કરાવેલ હતી.આ સ્પર્ધાને તંદુરસ્ત અને સારી રીતે બાળકો રમી શકે એના માટે જિલ્લાના ફૂટબોલ કોચ મુસ્તાક સુમરા, તેમજ અભિનાશ દુબે (વાંકાનેર), નિશાર માકવાણી(વાંકાનેર), આશિષ વસાવા (સત્યસાઈ સ્કૂલ), તારીક ખાન ( ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ) રેફરીની ભૂમિકામા સેવા આપી રહ્યા છે.