લીલાપર પાસે મચ્છુ ડેમના હેઠવાસમાં આવેલા બ્રિજ નીચે પાણી હોવાથી બાયપાસ-2 રોડ બંધમોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને અસર પડી છે. પાણી ભરાયા હોવાથી ઘણા રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં બ્રિજ પર પાણી હોવાથી લતીપર-સાવડી રોડ બંધ કરવામાં આવ્યો છે. જયારે લીલાપર પાસે મચ્છુ ડેમના હેઠવાસમાં આવેલા બ્રિજ નીચે પાણી હોવાથી બાયપાસ-2 રોડ પણ બંધ કરાવવામાં આવ્યો છે. જેથી આ રોડ પર કોઈએ અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જ્યારે નાગલપર વાળો રોડ ચાલુ કરી દેવામાં આવ્યો છે.