બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ : લોકોના આઇડી કાર્ડ અને સામાન ચેક કરાયામોરબી : યુદ્ધની સ્થિતિ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની છે. પોલીસ દ્વારા મોરબીમાં મોડી રાત્રે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. તેવામાં સરહદી વિસ્તારોમાં તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે. આ ઉપરાંત સરહદી જિલ્લાઓના નજીકના જિલ્લાઓમાં પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. મોરબીમાં પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રીના કોમ્બિંગ હાથ ધરાયુ છે. જેમાં બસ સ્ટેન્ડમાં જેટલા મુસાફરો હતા તેમના આઇડી ચેક કરવામાં આવ્યા હતા. આ સાથે તેમના સામાનનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આમ સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા સરહદ સિવાયના વિસ્તારોના પણ સુરક્ષાને લઈને સઘન કામગીરી કરવામાં આવી રહી છે.