રામાનંદ સમાજના 65 વર્ષથી વધુ વયના વડીલોનું કરાશે સન્માનમોરબી: મોરબીમાં માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા 'સ્વ. નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવત ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આગામી સમયમાં એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આગામી 25 ફેબ્રુઆરીના રોજ રામાનંદી સમાજના વડીલો માટે 'વડીલ વંદના' સન્માન સમારંભ યોજાશે.સેવા અને સન્માનનો ત્રિવેણી સંગમટ્રસ્ટ દ્વારા ચાલતી ફ્રી ટિફિન સેવાના માધ્યમથી અનેક જરૂરિયાતમંદોને સહાય મળી રહી છે, ત્યારે સ્વ. નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવતની 19મી પુણ્યતિથિ નિમિત્તે સમાજના મોભીઓનું સન્માન કરવાનો ઉમદા નિર્ણય લેવાયો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જ્ઞાતિજનોમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના પ્રબળ બનાવવાનો છે.કાર્યક્રમની રૂપરેખા • તારીખ: 25/02/2026, બુધવાર • સમય: સવારે 10:00 કલાકે (સન્માન સમારંભ) • ભોજન સમારંભ: બપોરે 12:30 કલાકે • સ્થળ: દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, મોરબી.આ પ્રસંગે આયોજક વિનોદભાઈ ભાણદાસભાઈ નિમાવત દ્વારા રામાનંદી સમાજના તમામ જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વડીલો માટે નોંધણીની વિગતઆ સન્માન સમારંભમાં 65 વર્ષથી વધુ ઉંમરના વડીલોએ ભાગ લેવા માટે નીચે મુજબના સંપર્ક સૂત્રો પાસે નામ નોંધાવવાના રહેશે:મુકેશભાઈ કુબાવત (સામા કાંઠે) - ૯૮૭૯૫ ૨૬૬૯૯ |દીપકભાઈ કુબાવત (રામાનંદ ટ્રાવેલ્સ) - ૯૪૨૭૨ ૩૬૭૯૭ અરુણાબેન (ધૂન મંડળવાળા- નાની વાવડી) ૭૫૬૭૫ ૧૪૧૨૭ વધારે વિગત માટે આયોજક વિનોદભાઈ નિમાવત (મો. ૬૩૫૨૭ ૦૨૭૯૩) નો સંપર્ક કરી શકાશે.