મોરબી : મોરબીમાં સેવાભાવી સ્વ.ડો. મિલન કુકરવાડિયાની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વૈચ્છિક રીતે લોકોને રક્તદાન કરીને આ દિવંગત ડોકટરને સાચા અર્થે શ્રદ્ધાંજલિ આપવાની અપીલ કરવામાં આવી છે. મૂળ મોરબી વતની અને રાજકોટ નિવાસી ડો. મિલનભાઈ મહાદેવભાઈ કુકરવાડિયાનો ગત તા.19/5/2022ના રોજ જીવનદીપ બુઝાયો હતો. તેઓએ છેલ્લા 12 વર્ષમાં ધ્રોલ અને આજુબાજુના ગામડામાં ઉમદા તબીબી સેવા આપી હતી. આથી તેમના તબીબી ક્ષેત્રેના અનેરા યોગદાન અને ઉમદા સેવા બદલ તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વ. ડો.મિલનભાઈ મહાદેવભાઈ કુકરવાડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આગામી તા.19ના રોજ શુક્રવારે સવારે 9થી 12 દરમિયાન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર અને સંસ્કાર બ્લડ બેન્ક, જીઆઇડીસી મેઈન રોડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.