મોરબી આઈ.એમ.એ. દ્વારા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ મોરબી : તબીબી સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વ. ડો. આર.સી.કોટેચાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી બ્રાંચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી આઈ.એમ.એ. દ્વારા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી આઈ.એમ.એ. (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના કર્મઠ અને પાયાના પથ્થર એવા ડો.આર.સી. કોટેચાનું તા.13 જૂને અવસાન થયું હતું. ડો. આર.સી.કોટેચાએ તબીબી સેવામાં પોતાની જાત ઘસી નાખી હતી અને સમાજને પુરી રીતે સમર્પિત હતા. તેમના અવસાન પછી પણ તેમના સેવાકાર્યોને કોટેચા પરિવાર આગળ ધપાવી રહ્યો છે. ત્યારે તેઓને લોકઉપયોગી કાર્યો કરીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી આઈ.એમ.એ.ના ડો. કોટેચાના પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ બૅંકના સહયોગથી આગામી તા. 28 જુનના રોજ સંસ્કાર બ્લડ બૅંક, જી.આઇ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જનતાને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે.