લૂંટની ચર્ચા વચ્ચે હુમલાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સોખડા ગામે ડમ્પર ચાલક ઉપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે અગાઉ ડમ્પર ચાલક ઉપર હુમલો કરીને લૂંટ ચલાવ્યાની ચર્ચા ઉઠી હતી. ત્યારે આ બનાવમાં હુમલાના બનાવની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નરવેસીંગ ખીમસીંગ સિંગાડા, ઉ.વ. ૩૫ ધંધો ડ્રાઇવિંગ રહે હાલ રાજકોટ મુંજકા વૃંદાવન હોસ્ટેલની બાજુમા મુળગામ સરદારપુરા તા. રાણાપુર જી. જાંબુવા, એમ.પી) એ અલીભાઇ મિંયાણા (રહે નવાગામ તા. માળીયા મિંયાણ), રહેમાન રસુલભાઇ મિંયાણા રહે (નવાગામ તા. માળીયા મિંયાણા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૭ ના રોજ બપોરના સવા ચારેક વાગ્એ પોતાના હવાલાવાળુ ડમ્પર નં. જીજે ૦૩ બીડબલ્યુ ૨૦૦૬ વાળુ લઇને સોખડા ગામેથી જતા હોય અને રસ્તો સાંકડો હોય અને તેમા એક જ વાહન ચાલી શકે તેમ હોય અને એક આરોપી સિલ્વર કલરની અલ્ટો કાર નં જી.જે.-૧૮-૮૪૫૭ વાળી લઇને જતા હોય અને તેઓ ડમ્પરની આગળ થઇ શકેલ ન હોય જેથી ડમ્પર રોકાવી ગાળો આપી લાકડાના ધોકા વડે જમણા પગે ફરીને માર મારી મુંઢ ઇજા કરી તથા બીજા આરોપીએ મોટરસાઇકલમા લોખંડનુ ધારીયુ લઇ આવી ધારીયાના ઘા ડમ્પરના આગળના કાચમા તથા બારણામા કરી ડમપરના કાચ તોડી ફરીયાદીને ડાબી આંખની ઉપર કપાળના ભાગે ધારીયાનો ઘા મારી ઇજા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાબ બન્યો ત્યારે ફરિયાદી ડમ્પર ચાલકને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે આ ડમ્પર ચાલકને માર મારી રૂ.1.50 લાખની લૂંટ થયાની ચર્ચા જાગી હતી. ત્યારે આ બનાવમાં ઘરમેળે સમાધાન થઈ જવાથી લૂંટને બદલે માત્ર હુમલાની ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.