ટંકારા : આજે સ્વ. રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ પ્રસંગે ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા તા. 20 ઓગસ્ટ, ગુરુવારે બપોરે 10 વાગ્યે વુક્ષારોપણનો કાર્યક્રમ લખધીરગઢ સહકારી મંડળી, મોરબી-રાજકોટ હાઈવે ખાતે રાખેલ હતો. તેમા ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્ર ગોધાણી, મહા મંત્રી દુષ્યંત ભુત, ગોપાલભાઈ, અશોક સંઘાણી, મહેશ લાધવા (ન્યાય સમિતિ ચેરમેન, ટંકારા તાલુકા પંચાયત), રૂસ્તમ ચૌધરી (તાલુકા પંચાયત સદ્સ્ય), નિલેશ પટણી, રમેશ રબારી, ફિરોજભાઈ સહિતના આગેવાનો હાજર રહેલ હતા.