મોરબી : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજે 76 મી જન્મ જ્યંતી નિમિતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ કોરોનાની મહામારીને લઈને વિનામૂલ્યે માસ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેના ગ્રાઉન્ડ ખાતે આશરે 1 હજાર જેટલા માસ્કનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ તેમજ કાર્યકરો માસ્ક વિતરણના કાર્યક્રમમ જોડાયા હતા. આ રીતે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જ્યંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.