મોરબી : થોડા મહિનાઓ પહેલા લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગના ઝિંદાદિલ અને સક્રિય સભ્ય ધવલ રાંકજાની અણધારી અને અકલ્પનિય વિદાય આજે પણ કલબના સભ્યો ભૂલી શકયા નથી. તેમની કાયમી સ્મૃતિ રૂપે તાજેતરમાં મોરબી રેલવે સ્ટેશન ખાતે બેસવા માટેની બેન્ચીઝ કલબના સહયોગથી અર્પણ કરેલ હતી અને આજ રોજ કલબ દ્વારા મોરબી વૃધ્ધાશ્રમના વડિલો માટે બેસવા માટેની બેન્ચીઝ અર્પણ કરવામાં આવી છે. ઉપરોકત કાર્ય હાલના પ્રમુખ કુતુબ ગોરૈયા તથા સેક્રેટરી પ્રતિક કોટેચાની રાહબરી હેઠળ પૂણે થયેલ છે. તથા પ્રોજેકટને સફળ બનાવવા તુષાર દફતરી, સમીર ગાંધી, મનિષ પારેખ, ભાવેશ ચંદારાણા, વિરેન્દ્ર પાટડીયા, દિનેશ વિડજા, પિયુશ પટેલ વગેરેએ જહેમત ઉઠાવેલ છે.