મોરબી : મોરબીના રણછોડનગરમાં આવેલ બોડાસર પ્રા.શાળામાં સ્વ. રેખાબેન જયેન્દ્રભાઈ સંઘવી (મુંબઈ)ની સ્મૃતિમાં એક દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ડો.હસ્તીબેન મહેતાના હસ્તે સવારે ૮ વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ રાખેલ હતો. ત્યારબાદ ૯ વાગ્યે કેમ્પ શરૂ કર્યો. દર્દીનું વજન કરીને ત્રણ દિવસની ફ્રી દવા સાથે જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તથા બીપી ચેક કરી આપવામાં આવ્યા હતા. હાલમાં આંખો આવવાના દર્દી વધુ હોય તેમને ડો સુરેશભાઈ કાલરીયાદ્વારા તપાસી આંખના ટીપાં તેમજ દવા આપવામાં આવેલ હતી. આ કેમ્પનો દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માં સ્કૂલ આચાર્ય જનક ભટ્ટને શિક્ષક રજનીશ ગોપાણી તેમજ સરપંચ સવજીભાઈ નકુમે તથા ત્યાંના રહેવાસી અને બાળકો તેમજ તેમના વાલીઓએ સહકાર આપેલ હતો. કેમ્પમાં સહાયક ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિનભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ કોઠારી તેમજ કૌશીકા રાવલે સેવા આપી હતી.