મોરબી : મોરબીના જુના ઘુંટુ ગામે પરેચા શેરીમાં કામ કરતા મનીષભાઈ હીરજીભાઈ પરેચાના ધર્મપત્ની લતાબેન ઉ.40 ગત તા.21ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેમના ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયેલ છે. ઘરેથી નીકળતી વખતે સાડી પહેરેલ હોવાનું અને લતાબેનની ઉચાઇ આશરે પાંચેક ફૂટ છે, તેઓ શરીરે મજબુત બાંધાના અને વાને ઘઉંવર્ણ છે.જમણા હાથમા લતા મનીષ ત્રોફાવેલ છે અને છાતીના ભાગે ઓપરેશન કરાવેલ છે તેમજ એપેન્ડીકસ ઓપરેશન કરાવવાથી ટાંકા લીધેલા નિશાનો છે તથા કપાળના ભાગે જુનુ વાગેલાનુ નિશાન છે. જો કોઈને લતાબેન મનીષભાઈ પરેચા વિષે જાણ થાય તો નજીકના પોલીસ મથકે અથવા મનીષભાઈ પરેચા મોબાઈલ નંબર 9913935693 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.