તંત્રએ નગરપાલિકા ગ્રાઉન્ડની મંજૂરી રદ કરતા કિરણ સિરામીક, નિર્મલા સ્કુલથી આગળ, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે યોજાશે મહા સંમેલન વાંકાનેર : વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી તથા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ સામે થતા રાજકીય કાવાદાવાના વિરોધમાં આજે વાંકાનેર ખાતે યોજાનાર લોહાણા સમાજના મહાસંમેલનને રદ કરાવવા છેલ્લી ઘડીએ પાલિકા ગ્રાઉન્ડની મંજૂરી રદ કરવામાં આવતા આયોજકો દ્વારા હવે આજે સાંજે કિરણ સિરામીક, નિર્મલા સ્કુલથી આગળ, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે સંમેલન યોજવા જાહેર કર્યું છે. મોરબી લોહાણા સમાજ દ્વારા સંમેલનના ગ્રાઉન્ડની મંજૂરી રદ કરવા અંગે જણાવ્યું હતું કે રાજકીય નીચતાની પરાકાષ્ઠાનુ પ્રદર્શન કરતા લોહાણા સમાજના વિરોધીઓ દ્વારા સંમેલન માટે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડની મળેલ મંજુરી છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા રદ કરાતા મહાસંમેલન ના સ્થળ મા ફેરફાર કરાયો છે જે અંતર્ગત હવે લોહાણા સમાજના જીતુભાઇ સોમણી અને જયશ્રીબેન સેજપાલના સમર્થનમાં કિરણ સિરામીક, નિર્મલા સ્કુલથી આગળ, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે આ સંમેલન યોજવામાં આવશે. વધુમાં લોહાણા સમાજે જણાવ્યું હતું કે, હાર ભાળી ગયેલા વિરોધીઓ દ્વારા નિષ્ફળ હવાતિયા મારવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓને મોટી સંખ્યામાં વાંકાનેર સંમેલનમાં ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ સહીતની સંસ્થાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે.