ચાલુ વર્ષનો ઓફલાઇન વેરો ભરવા પર 10 ટકા તથા ઓનલાઈન વેરો ભરવા પર વધારાના 2 ટકાની રાહત : વધુમાં વધુ નાગરિકોને ઓનલાઈન વેરો ભરવા મહાપાલિકાની અપીલમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરા અને વ્યવસાયવેરાની ભરપાઈ પર ખાસ રિબેટ (વળતર) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઓનલાઈન ટેક્સ ભરીને વધુ 2% વળતર મેળવવા માટે હવે માત્ર 10 દિવસનો સમય બાકી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને આ યોજનાનો વહેલી તકે લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં કુલ 11,494 મિલકત ધારકોએ આ વળતર યોજનાનો લાભ ઉઠાવી લીધો છે. ઓનલાઈન ટેક્સ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હોવાથી બહોળા પ્રમાણમાં અરજદારો વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યા છે. તો હવે છેલ્લા 10 દિવસ બાકી હોય વધુમાં વધુ નાગરિકોને રિબેટ યોજનાનો લાભ લેવા મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.ઓફલાઈન અને ઓનલાઈન પેમેન્ટ પર મળવાપાત્ર વળતર● ઓફલાઈન પેમેન્ટ (ઓફિસમાં): જો મિલકતધારક મહાનગરપાલિકાની કચેરીએ રૂબરૂ આવીને બાકી રકમની ભરપાઈ કરે છે, તો તેમને ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% રિબેટ આપવામાં આવશે.● ઓનલાઈન પેમેન્ટ (વેબસાઈટ/એપ): જો ટેક્સની ભરપાઈ વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કરવામાં આવે, તો 12% રિબેટનો લાભ મળશે.ક્યાં અને કેવી રીતે ભરી શકાશે ટેક્સ?● રૂબરૂ ભરવા માટે: મોરબી મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ તેમજ કુલ 11 વોર્ડ ઓફિસો ખાતે સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરો સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે.● વેબસાઈટ દ્વારા ઓનલાઈન: નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ mmcgujarat.in/ પર જઈને ઓનલાઈન ટેક્સ ભરી શકે છે.● મોબાઈલ એપ્લિકેશન દ્વારા:** Google Play Store પર જઈને 'Morbi Municipal Corporation' લખતા મોરબી મહાનગરપાલિકાના લોગોવાળી એપ્લિકેશન મળી જશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરાના સેક્શનમાં જઈ, મિલકત નંબર નાખીને સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. આ ઓનલાઈન સુવિધા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ (iOS) બંને એપ્લિકેશનના QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. #Morbi #MorbiUpdate #MorbiNagarpalika #PropertyTax #RebateScheme #OnlineTax #MorbiNews #GujaratNews #DigitalMorbi