CID ક્રાઇમ ગાંધીનગર અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહી: 804 બેગ સીઝ કરી 6 નમૂના જૂનાગઢ લેબમાં મોકલાયામોરબી અપડેટ : મોરબીના રંગપર ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો હોવાની વિગતો સામે આવી છે. CID ક્રાઇમ ગાંધીનગરની બાતમીના આધારે ખેતીવાડી નિયામકની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રેડ કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આ દરોડા દરમિયાન શંકાસ્પદ યુરિયા ખાતરની કુલ 804 બેગ મળી આવી છે. અંદાજે રૂ.2 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો ઘટના સ્થળેથી સીઝ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હાલમાં જપ્ત કરાયેલા આ જથ્થામાંથી 6 અલગ-અલગ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વધુ ચકાસણી માટે જૂનાગઢ સ્થિત સરકારી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ પૂરતો આ તમામ જથ્થો સીલ કરીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ શંકાસ્પદ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CIDCrime #UreaFertilizer #Agriculture #Raid #GujaratNews #Rangpar #FertilizerScam