વાંકાનેર : પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ, અધિક્ષક ઈજનેર મોરબી અને કાર્યપાલક ઈજનેર વાંકાનેરની રાહબરી વિનયગઢ ગામે લંગર નાખીને થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રૂ. 54 લાખ જેવી માતબર રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વાંકાનેરના વિનયગઢ ગામે લોડ સાઇડ R,Y.B ph ફ્યુઝ ઓપન અને વધારાના લંગર વાયરનો ઉપયોગ, 3 ph મીટર બાય પાસ માટે જોગવાઈની મોડ્સ ઓપરેન્ડી સાથે થતી વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં નિતેશ મૂળજી કંટારિયા નામના વ્યક્તિને 54.7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરીમાં ડી.આર. પરમાર, ડી.આઈ.સી.-હળવદ, જે.જે. સંઘવી, JE ic- હળવદ, પી.એચ. અમીન, JE ic.-ભુજ અને કે.જે. કૈલા , JE -વાંકાનેર ગ્રામ્યના રોકાયેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..