મોરબીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 250 થી વધુ પ્રાચીન ગરબીઓ જમાવટ કરવા સજ્જ મોરબી : મોરબીમાં કોરોના કાળને ધ્યાને લઈને રાજ્ય સરકાર સતત બીજા વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં અમુક પાંબધીઓ મુકતા માં શક્તિની ભક્તિમાં ઓટ આવી છે. ખાસ કરીને રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે આગામી નવરાત્રી મહોત્સવ માટે ગાઈડલાઈન જાહેર કરી શેરી ગરબીને મંજૂરી આપી પાર્ટી પ્લોટ, કબલના અર્વાચીન રાસોત્સવના આયોજન પર મનાઈ ફરમાવી છે. આથી મોરબીમાં એકપણ પાર્ટી પ્લોટ, કબલના અર્વાચીન રાસોત્સવના આયોજન નહિ થાય.જેથી આયોજકો અને ખેલયાઓ નિરાશ થયા છે. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈને અમુક પ્રાચીન ગરબાના મોટા આયોજનો પણ મોકૂફ રખાયા છે. જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 250 થી વધુ પ્રાચીન ગરબીઓ જમાવટ કરવા સજ્જ બની છે. મોરબીમાં હવે કોરોનાની બહેતર સ્થિતિ હોવાથી આગામી નવરાત્રી મહોત્સવને ધ્યાને લઈને અમુક પાર્ટી પ્લોટ, કબલના આયોજકો અર્વાચીન રાસોત્સવની તૈયારીમાં લાગી ગયા હતા.પરંતુ ગઈકાલે સરકારે અમુક પાર્ટી પ્લોટ, કબલના અર્વાચીન રાસોત્સવ પર મનાઈ ફરમાવતા આયોજકો અને ખેલયાઓમાં આઘાતની લાગણી ફરી વળી છે. જેમાં શહેરના અર્વાચીન રાસોત્સવમાં જોઈએ તો ઉમિયા નવરાત્રી મહોત્સવ નહિ યોજાય જયારે પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સંકલ્પ નવરાત્રી મહોત્સવ મંજૂરી મળશે તો આયોજન કરશે .જ્યારે પ્રાચીન ગરબીઓ જોઈએ તો મોરબી શહેરમાં 150 થી વધુ અને ગ્રામ્ય વિસ્તારોમાં 125 થી વધુ પ્રાચીન ગરબીઓ વર્ષોથી યોજાઈ છે. જો કે ઘણા ગામ મોટા ગામમાં બેથી ત્રણ પ્રાચીન ગરબીઓના આયોજનો થાય છે. ત્યારે આ વખતે નવરાત્રી મહોત્સવ આ તમામ પ્રાચીન ગરબીઓ ભારે જમાવટ કરશે. મોરબીમાં બે સૌથી મોટી પ્રાચીન ગરબીના ભવ્ય આયોજન થાય છે. જેમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર મંગલ ભુવન ગરબી છેલ્લા 64 વર્ષથી એકદમ પ્રાચીન પરંપરાથી યોજાઈ છે. જો કે આ વખતે સરકારની ગાઈડલાઈન ધ્યાને લઈને આ પ્રાચીન ગરબી મોકૂફ રાખવા આવી છે અને માત્ર સાદાઈથી પાંચ ગરબા ગાયને આરાધના કરાશે તેમાં આયોજક જિલેશભાઈ દોશીએ જણાવ્યું હતું . તેમજ શક્તિ ચોક પાસે આવેલ શક્તિ પ્રાચીન ગરબી પણ મોટાપાયે નહિ યોજાઈ, માત્ર સાદાઈથી પાંચ ગરબા લેવાશે.આયોજક ક્રિપાલસિંહએ જણાવ્યું હતું કે, આ ગરબીમાં હજારો લોકો ભેગા થાય છે. આથી સરકારની ગાઈડલાઈનને અનુસરીને મોટાપાયે આયોજન રદ કર્યા છે. જ્યારે સામાંકાંઠે જનકલ્યાણનગરમાં વર્ષોથી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા ફ્રી સ્ટાઇલ રાસ ગરબાના આયોજન થાય છે. આ આયોજનને પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. આથી પ્રાચીન ગરબીના મોટા આયોજન મોકૂફ રહ્યા બાદ હવે શેરી ગલીમાં નાના પાયે ગરબીઓ ધૂમ મચાવશે. મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓમાં વર્ષોથી રાસ ગરબાની સાથે ગૌશાળા માટે પ્રાચીન નાટકો યોજાઈ છે. જેમાં લજાઈ, વિરપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન નાટકો ભારે જમાવટ કરે છે. જેમાં લોકોને મનોરંજન આપવાની સાથે ગૌમાતા માટે દાન એકત્ર કરવામાં આવે છે. પણ ભીડ ભેગી થતી હોય સતત બીજા વર્ષે પણ લજાઈ સહિતના ગામોમાં નાટકો મોકૂફ રાખવામાં આવ્યા છે. જયારે વિરપર ગામે નાટક યોજાશે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..