મોરબી : શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ- મોરબી દ્વારા મોરબી જિલ્લાના સમસ્ત પાટીદાર કર્મચારીઓનું સ્નેહ મિલન, સરસ્વતી સન્માનના ભવ્ય સમારોહનું આયોજન તા. ૧૨/૦૧/ ૨૦૨૦ રોજ થનાર છે. આ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજના નિવૃત અને વર્તમાન કર્મચારીઓને જાહેર આમંત્રણ આપવામાં આવનાર છે.આ વિરાટ સંમેલનનું આયોજન રામોજી ફાર્મમાં થનાર છે. આ સમારોહમાં પાટીદાર રત્નો જેવા પ્રમુખ શ્રેષ્ઠીઓનું દબદબાભેર સન્માન કરવામાં આવશે. સાથે રક્તદાન શિબિરનું આયોજન થશે. આ વિરાટ સમારોહનું સુચારુ રૂપથી આયોજન થાય એ માટે ફોરમના વર્તમાન પ્રમુખ ડૉ. ભાવેશ જેતપરિયા, નવનિયુકત પ્રમુખ ડો. પ્રફૂલ પટેલ, પૂર્વ પ્રમુખ રામજી બાવરવા, ગીરીશ થોરિયા, ભાણજીભાઈ આદ્રોજા, પૂર્વ સંગઠન મંત્રી અને સલાહકાર કરશનભાઈ કોટડિયા, મંત્રી અશ્વિન એરણિયા, તમામ હોદેદારો, દરેક ડિપાર્ટમેન્ટના કન્વીનરો તડામાર તૈયારી કરી રહ્યા છે. મોરબીમાં પહેલીવાર કર્મચારીઓનું વિરાટ સંમેલન આકાર લઈ રહ્યું છે. જેમાં સમાજસેવકો, રાજપુરુષો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, વિવિધ સંસ્થાઓ, એશોસિએશનના હોદેદારો તેમજ સંત રત્નોની ઉપસ્થિતમાં આ સમરોહ આયોજિત થનાર છે.