શેઢા ખોદી નાખી બે એકરથી વધુ જમીન પચાવી પાડી મૂળ માલિકોને કામ તમામ કરી નાખવા ધમકી આપીમોરબી : મોરબીના રવાપર ગામમાં આવેલ કરોડો રૂપિયાની કિંમતી જમીન શેઢા પાડોશી એવા કૌટુંબિક સગાઓએ પચાવી પાડી જમીનના મૂળ માલિકોને જમીન ઉપર આવશો તો કામ તમામ કરી નાંખશું તેવી ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રણ પિતા પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છેબનાવબનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે વેલકમ પ્રાઇડ બંગલોઝમાં રહેતા ફરિયાદી મયુરભાઈ લખમણભાઈ અઘારાએ આરોપી ધરમશીભાઈ જીવાભાઈ અઘારા, સંજય ધરમશીભાઈ અઘારા અને આરોપી મનીષ ધરમશીભાઈ અઘારા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, રવાપર ગામની સીમમાં સર્વે નંબર 18 પૈકી 13 પૈકી 3ની જમીન તેઓની વારસાઈ જમીન આવેલી છે જેમાં આરોપીઓએ ટ્રેક્ટરથી શેઢા ખોદી નાખી બે એકરથી વધુ જમીન ઉપર કબજો કરી લઈ પોતાની માલિકની જમીન હોવા છતાં જમીન ઉપર આવવા નહિ દઈ જમીનમાં આવશો તો કામ તમામ કરી નાંખશું તેવી ધમકી આપતા હોય ત્રણેય કુટુંબી સગાઓ વિરુદ્ધ પોલીસે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.