મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મહાનગર પાલિકા મુદ્દે ગ્રામ્ય પ્રજાને ગુમરાહ ન થવા અને કોઈનો હાથો ન બનવા અનુરોધ કર્યો મોરબી : વિશ્વના નકશા ઉપર અંકિત થયેલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનવાની તક મળી છે ત્યારે અગાઉ જેમ મવડા વખતે ગ્રામ્ય પ્રજાને કપાતનો ભય બતાવી મવડા રદ કરાવી પોતાનો સ્વાર્થ સાધનાર તકવાદીઓ ફરી સક્રિય બની ગ્રામ્ય પ્રજાને ગેરમાર્ગે દોરી મહાનગરમાં ભળવા વિરોધ કરાવી રહ્યા હોય મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ગ્રામ્ય પ્રજાને મહાનગર પાલિકામાં ભળી જવાની તક ઝડપી લઈ હાલ વિઘામાં વેચાતી જમીન ફૂટમાં વેચાણ કરી વિકાસની તક જતી ન કરવા અનુરોધ કર્યો છે. મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ પોતાના ફેસબુક પેઈજ ઉપર પોસ્ટ અપલોડ કરી જણાવ્યું છે કે, મોરબી શહેરનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે જોતા અહી મહાનગર પાલીકા આવવી ખુબ જ જરૂરી છે પરંતુ અમુક લોકોએ જે રીતે મવડાનો વિરોધ કર્યો અને કરાવ્યો હતો. જેમા ખાસ જમીન લે વેચમા ફાયદો જોતા લોકો અને સાથોસાથ બિનખેતીમા મળતી મલાઇ ખાનાર લોકો ટોળુ ભેગુ કરીને વિરોધ કર્યો ત્યારે સમજુ લોકો તે વખતે મુંગા રહી અને સહન કર્યુ અને મવડા હટતા ગામના તમામ લોકોએ હાલાકી ભોગવવી પડી. આજે રાજકોટ હોય કે સુરત અથવા કે અમદાવાદ શહેર તેનો વિકાસ જે રીતે થયો તે મહાનગરપાલિકા વગર શક્ય નથી અને જો સુવિધા ભોગવવી હોય તો થોડીક ટેક્સ વગેરે આપવાની માનસિકતા પણ રાખવી પડે ત્યારે ફરી આજે મહાનગરપાલિકાનો વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને જેમને બિનખેતી અને મંજુરી આપવામા માલ બનાવવો છે તે લોકો આમતેમ વાતો કરીને અને ભોળી પ્રજાને છેતરીને વિરોધ કરાવી રહ્યા છે ત્યારે મોરબીના આજુ બાજુના ગામના લોકોએ ખાસ કેસ સ્ટડી તરીકે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોનો અભ્યાસ કરવો જોઇએ. સુરતનુ કતારગામ હોય કે પછી અમદાવાદનુ બોપલ કે ઘુમા ગામ હોય કે, પછી રાજકોટનુ ગાંધીગ્રામ, રૈયા હોય કે મવડી ગામ આ બધા ગામના વિકાસનો અને ખેડુતોની થયેલ માલામાલીનો અભ્યાસ કરવો જરૂરી છે. બાકી ભોળી પ્રજાને ગુમરાહ કરીને પોતાની આવકની દુકાન બંધના થાય તે માટે ગ્રામજનોને વાતો મા લઇને વિરોધ વંટોળ ઉભો કરીને મોરબી શહેરના આજુબાજુના ગામડાના લોકો અને તેના ભવિષ્યના વિકાસ માટે આવા લોકોથી ગ્રામજનો એ ચેતવુ જરૂરી છે. જયા સુધી ગ્રામ્ય વિસ્તાર રહેશે અને ગામના અમુક લોકોના હાથમા જ બધી ચાવીઓ હશે ત્યા સુધી ગામડાનો વિકાસ નહી થાય કારણ કે શહેરીકરણમા આવતા લોકોને ધંધો કરતા હોય કે નોકરી તેઓને સરકારી મળતી સુવિધા મહાનગરપાલીકામા મળે તે માટે શહેરમા આવતા હોય છે અને શહેરમા ફુટના પાંચ હજાર આપશે પરંતુ ગામડામા એક હજાર પણ નહી આપે ! ત્યારે તેમની માનસિકતા સમજીને કપાતના હિસાબ છોડીને મહાનગરપાલિકાના સપોર્ટ માટે ગામડાઓએ આગળ આવવુ જોઇએ. વધુમાં નિલેશભાઈએ ઉમેર્યું હતું કે, આજે આ વાત મારા અનુભવો અને શહેરીકરણ જયા જયા મહાનગરપાલિકા આવી તે ગામડાના વિકાસ અને લોકોની વિઘામા વેચાતી જમીનો ફુટમા વેચાય અને તેમના જીવનમા આવેલ સુખાકારી અને કલેકટરો અને અધિકારી મિત્રોની સાથે થયેલ વાર્તાલાપ અને પરીણામ સ્વરૂપે જે મહાનગરપાલિકાના સમાવેશ પછી થયેલ ગામડાના વિકાસના આધારે કહું છે. અંતમાં તેમને ઉમેર્યું કે, મારે કોઇ પણ ગામડાના આગેવાનો સાથે કે રાજકીય આગેવાનો કે સરકારી લોકોની સાથે આ મુદ્દે લેવા દેવા નથી કે કોઇ લોકો સાથે વાંધો કે દુશ્મનાવટ નથી પરંતુ ગામડાની ભોળી પ્રજા કોઇનો હાથોના બને અને પોતાના વિકાસ માટેની તકને જતી ના કરે તે માટે દિલની વાત કરેલ છે. ત્યારે જે પણ ગામડા વિરોધ કરતા હોય તેમને રાજકોટ, અમદાવાદ, સુરતની આજુબાજુના ગામડા જે મહાનગરપાલિકામા ભળ્યા તેમનો અભ્યાસ કરે તેવી અપીલ સાથે અનુરોધ કર્યો છે છતા કોઇ પણ લોકોને તેમના મંતવ્યથી દિલ દુભાય તો તેમની આગોતરી માફી પણ માગી છે. કારણ કે જરૂરી નથી કે આગેવાન આ બધી વાતોથી વાકેફ હોય કયારેક તે ગામડાના સારા માટે પણ વિરોધ કરતા હોય ત્યારે તેમને પણ આ વાસ્તવિકતા સમજાય તે માટે તેમને પણ આ વાત સમજવી જરૂરી છે. કારણકે તેમના મનમા ગામડાની જમીન કપાત નિયમ મુજબ તેનાથી તેમને ગ્રામજનો બચાવવા હોય તેવી તેમની મનની લાગણી હોય શકે પરંતુ ગામના વિકાસ કપાત કરતા પણ મહાનગરપાલિકા વધુ થાય તે કદાચ તેમનેના પણ ખબર હોય એટલે તે વિરોધ કરતા હોય તેવુ પણ બની શકે, એટલે આ બાબતે આગેવાનો ખોટા હોય તેવુ ના હોય તેવુ પણ બની શકે છે જેની પણ નોંધ લેવા જણાવી સૌ સાથે મળીને મહાનગરપાલિકાને ટેકો આપીને મોરબી શહેર તેમજ આવનાર સમયમા જે પણ ગામડા મહાનગરપાલિકામા આવે તેમના સુખાકારી અને વિકાસ માટે સહયોગ આપીને આપણી આવનાર પેઢીને નવી દિશા આપીએ તેમ અંતમાં જણાવ્યું હતું.