ગુજરાત સરકાર રાજસ્થાન અને કર્ણાટકની જેમ કેન્દ્રની 21-03-2025 ની ગાઈડલાઈનનો અમલ કરે તો ખેડૂતોને વધુ ફાયદો મળે : દુર્લભજીભાઈ દેથરીયામોરબી : કચ્છ-ખાવડાથી અદાણી કંપનીની વીજલાઈન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે, જેમાં ખેડૂતોને વળતરમાં અન્યાય થતો હોવા મામલે જેતપરમાં આંદોલન ચાલી રહ્યું છે. આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ જણાવી રહ્યા છે કે મોરબી જિલ્લામાં જમીનોની કિંમત વધુ છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે જરૂરી છે. આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે વીજલાઈન પસાર થવાથી જમીનની વેલ્યુ 50% ઘટી જતી હોવાથી ખેડૂતોની વધુ વળતરની માંગ વ્યાજબી છે. ભારત સરકારના પાવર વિભાગ દ્વારા 14-06-2024 ના પરિપત્ર મુજબ વળતરની ગાઈડલાઈન જાહેર કરાઈ હતી, જેનો ગુજરાત સરકારના ઊર્જા વિભાગે 02-12-2024 ના રોજ અમલ કર્યો છે. આ મુજબ કલેક્ટરો દ્વારા DLVC ની બેઠકમાં મોરબી જિલ્લાના ગામોની જમીનના ભાવો 25-09-2025 ના રોજ નક્કી કરાયા હતા. પરંતુ, DLVC ના મૂલ્યાંકન અને માર્કેટ ભાવમાં મોટી વિસંગતતા હોવાથી ખેડૂતોએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે 21-03-2025 ના રોજ નવી સપ્લીમેન્ટ્રી ગાઈડલાઈન આપી છે.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું છે કે તેમણે 5 તારીખે અને ત્યારબાદ 7 તારીખે ખેડૂતો પાસેથી લેખિત માંગણીઓ લઈને મુખ્યમંત્રી તેમજ ઋષિકેશભાઈ અને જીતુભાઈને મોકલી આપી છે. જો ગુજરાત સરકાર કેન્દ્રની 21-03-2025 ની ગાઈડલાઈનનો અમલ કરે તો આ આંદોલન પૂર્ણ થઈ શકે તેમ છે, જે રીતે રાજસ્થાન અને કર્ણાટક સરકાર ખેડૂતોને વળતર ચૂકવે છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે?● ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10(d) મુજબ થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકસાન કંપનીએ ચૂકવવું જોઈએ.● 14-06-2024 ની ગાઈડલાઈન મુજબ ટાવર વિસ્તાર માટે બજાર કિંમતના 200% નો ઉલ્લેખ છે, પરંતુ રાજસ્થાન સરકારની જેમ ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના વધારાના 200% મળીને કુલ 400% વળતર જંત્રીના બદલે બજાર કિંમતે મળવું જોઈએ.● ROW વિસ્તારમાં 21-03-2025 ની ગાઈડલાઈન મુજબ બજાર કિંમતના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે, પરંતુ હાઈટેન્શન લાઈન હોવાથી તેમાં 200% વધારો કરીને અનુક્રમે 230%, 245% અને 260% વળતર આપવું જોઈએ.● જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે DLVC ના બદલે MRC કમિટીની રચના થવી જોઈએ.● તમામ પ્રકારનું વળતર એક જ હપ્તામાં અને એડવાન્સમાં આપવામાં આવે.● વળતરનો હુકમ કલેક્ટર કચેરીમાં જમા થાય પછી જ કલમ 16(1) હેઠળની કાર્યવાહી શરૂ કરવામાં આવે.#MorbiUpdate #FarmersProtest #Morbi #Tankara #GujaratGovernment #AdaniPowerLine #FarmersDemand #KutchKhavdaLine #MorbiNews