ટંકારા મામલતદાર આકરે પાણીએ,1988માં સરકાર હસ્તક લેવયેલી જમીન ઉપર વાવેતર કરનાર સામે ફરિયાદ ટંકારા : અત્યાર સુધી સરકારી કે ખાનગી જમીનમાં ગેરકાયદે કબજો કરવા અંગે નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે ફરિયાદ નોંધાવતા તંત્ર દ્વારા સાથણી શરતભંગના કિસ્સામાં જમીન ખાલસા થયા બાદ કબજો કરનાર વિરુદ્ધ પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરવા શરૂ કર્યું છે જે અન્વયે ટંકારા મામલતદારે છતર ગામે આવી સરકારી જમીન ઉપર અજમો વાવનાર આસામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ટંકારા તાલુકાના છતર ગામે સરકારી ખરાબાના સર્વે નંબર-૯૬ પૈ.૧ ની જમીન હે.૩-૨૩-૭૫ ચો.મી. વાળી જે જમીન શરત ભંગ થતા તા-૩૦/૦૮/૧૯૮૮ થી સરકાર દાખલ થયેલ હોવા છતા છતર ગામના આરોપી ચીમનલાલ મંછારામ અગ્રાવત દ્વારા આ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી અજમાનું વાવેતર કર્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. દરમિયાન આ ચકચારી બનાવમાં ટંકારા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલએ આરોપી ચીમનલાલ મંછારામ અગ્રાવત વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..