મુંબઈના વતની જમીન માલિક મહિલાએ રાજકોટના આરોપી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં જમીન ધરાવતા મુંબઈના રહેવાસી મહિલાની જમીન પર રાજકોટ રહેતા આરોપીએ પાકી દુકાનો બનાવી ભાડે આપી દેતા મહિલાએ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરતા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ પારકી જમીન પચાવી પાડનાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવા આદેશ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રેવન્યુ સર્વે નંબર 23 પૈકીની આઇઓસીએલ પેટ્રોલપંપ પાસે 762 ચોરસમીટરનો પલાઓત ધરાવતા મુંબઈ ઘાટકોપર ખાતે રહેતા રશ્મિબેન વીશનજી ઠક્કર અને સોનલબેન વીશનજી ઠક્કરની સંયુક્ત જમીન પર રાજકોટ ખાતે રહેતા આરોપી વિરમ ઘેલાભાઇ ભરવાડે કબ્જો કરી લઈ 196 ચોરસમીટર જમીન પર ગેરકાયદેસર દુકાનો ચણી લઈ આ દુકાનો ભાડે આપી દેતા લેન્ડગ્રબીંગ કમિટીની મંજૂરી બાદ વાંકાનેર તાલુકા પોલીસે રશ્મીબેનની ફરિયાદના આધારે વિરમ ભરવાડ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.