સરકારે 30 વર્ષના ભાડાપટ્ટે આપેલી જમીન પૈકી એક એકરથી વધુ જમીન પચાવી પાડી હતીમોરબી : માળીયા મિયાણા તાલુકાના જાજસર ગામની સીમમાં સરકારે ત્રીસ વર્ષના ભાડાપટ્ટે ફળવેલી 10 એકર જમીનમાંથી એક એકર કરતા વધુ જમીન પચાવી પાડી મીઠાનું ઉત્પાદન કરનાર આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ફરિયાદી હનીફભાઈ સૌક્તભાઈ ભટ્ટી ઉ.34 રહે.માળીયા મિયાણા પોલીસ સ્ટેશન બાજુમાં વાળાઓને જાજસર ગામે ત્રીસ વર્ષના ભાડાપટ્ટે 10 એકર જમીન ફાળવી હતી.જે જમીન પૈકી એક એકર જમીન પર આરોપી ઇકબાલ ઇલ્યાસભાઈ ભટ્ટી રહે.ભઠ્ઠીવાડા વિસ્તાર વાળાએ કબજો કરી મીઠાનું ઉત્પાદન કરવાનું શરૂ કરતા લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી.જે અરજી મંજુર કરવામાં આવતા માળીયા મિયાણા પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.