વાંકાનેરના પલાસડી ગામે ચોકવનારા કિસ્સામાં પોલીસ તપાસનો ધમધમાટ વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી ગામમાં જમીન પચાવી વાવેતર કરનાર સામે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ પલાસડી ગામમાં રહેતા ધરમશીભાઇ કાનાભાઇ પીપળીયાએ ફરિયાદી જશુબેન દેવજીભાઇ ટીડાણીની માલીકીની પલાસડી ગામના સર્વે નં.૧૦૨/૩ પૈકી ૧ વાળી ૧ એકર ૧૨ ગુંઠા જેના ૦ હેકટર ૫૨ આરે ૬૧ ચો.મી.ની જમીન પચાવી પાડવાના આશયથી તા.૧૧/૧૧/૨૦૦૩ના દસ્તાવેજ કર્યા બાદથી આજ દિન સુધી પોતાનો અનઅધિકૃત કબ્જો કર્યો હતો. અને તે જમીન પર વાવેતર કરી જમીનનો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ મુજબ ધરમશીભાઇ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.