મોરબી : 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી પ્લે ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને લાલપર ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. લાલપર ગામે શ્રી રામ રાત્રી શાખા, મહિલા શાખા તથા સંતકૃપા ગ્રુપ અને ગ્રામજનોએ સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.